VMC Apprentice Bharti 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ એકટ – ૧૯૬૧ મુજબ વિવિધ ટ્રેડની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ તા. ૨૫/૧૧/૨૦૨૪ સુધી ઓફલાઈન ભરીને મોકલવાનો રહેશે.
આ પણ વાંચો: DHS Kutch Bharti 2024 – કચ્છ જિલ્લામાં નવી ભરતીની જાહેરાત
VMC Apprentice Bharti 2024 – ખાલી જગ્યાઓ અને લાયકાત
આ પણ વાંચો: GMDC Apprentice Recruitment 2024
ટ્રેડનું નામ | લાયકાત |
ઓફિસ ઓપરેશન્સ એકઝીક્યુટીવ | સ્નાતક (સામાન્ય/વાણિજ્ય પ્રવાહ) (વર્ષ – ૨૦૧૬ કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. |
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી. | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
વાયરમેન | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
ફીટર | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
ઈલેકટ્રીશન | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
ડ્રાફટસમેન સિવિલ | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
સર્વેયર | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
મીકેનીક મોટર વ્હીકલ | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
મીકેનીક ડીઝલ | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટર | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેકનોલોજી સીસ્ટમ મેઈન્ટેનન્સ | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેઈન્ટેનન્સ | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
મીકેનીક ઇલેકટ્રીક વ્હિકલ | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
સર્ટીફિકેટ કોર્ષ ઈન વેબ ડિઝાઈનીંગ | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
ઈલેકટ્રોનીક મીકેનીક | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
ઈન્સ્ટ્રુમેન્ટ મીકેનીક | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
ઓફિસ આસીસ્ટન્ટ (પ્યુન) | ધોરણ – ૧૦ પાસ (વય મર્યાદા ૧૮ થી ૨૮ વર્ષ) |
VMC Apprentice Bharti 2024 – અરજી મોકલવાનું સ્થળ
- સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં. ૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા – ૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા. ૨૫/૧૧/૨૦૨૪ સુધીમાં અત્રે મળે તે રીતે મોકલવાની રહેશે.
VMC Apprentice Bharti 2024 – અન્ય જરૂરી માહિતી
૧. સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
૨. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે.
૩. અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
૪. વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
૫. અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશતા એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
૬. ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૨૫-૧૧-૨૦૨૪ સુધીમાં અત્રે મળે તે રીતે મોકલવાની રહેશે.
૭. એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઇ.ટી.આઇ./સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
૮. આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.
VMC Apprentice Bharti 2024 – ફોર્મ ભરવા અને વધુ માહિતી
ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહિં ક્લિક કરો |
નોકરીની વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |
આ પણ વાંચો: BAOU Recruitment 2024 for Teaching and Non-Teaching Post