Government Hospital Halol Recruitment 2024

Government Hospital Halol Recruitment 2024: સરકારી હોસ્પિટલ હાલોલ, જિ. પંચમહાલ ખાતે નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત ૧૧ માસના તદ્દન હંગામી ધોરણે ફિક્સ વેતન પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

 

Government Hospital Halol Recruitment 2024 – ખાલી જગ્યાઓ

સરકારી હોસ્પિટલ હાલોલ ખાતે નીચે મુજબની ખાલી જગ્યાઓ પડેલ હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આરોગ્યસાથી પોર્ટલ પર તા. ૦૪/૦૮/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન કરવાની રહેશે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
સ્ટાફ નર્સ એસ.એન.સી.યુ ૦૬ રૂ. ૨૦,૦૦૦/-
ડી.ઇ.ઓ એસ.એન.સી.યુ ૦૧ રૂ. ૧૫,૦૦૦/-
કૂલ ખાલી જગ્યાઓ ૦૭

 

 

Government Hospital Halol Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

 

  1. સ્ટાફ નર્સ એસ.એન.સી.યુ:

શૈક્ષણિક લાયકાત: જી.એન.એમ/બી.એસ.સી નર્સિંગ (ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય નર્સિંગ કોર્ષ) કરેલ હોવો જોઈએ.

વય મર્યાદા: ૪૫ વર્ષ સુધી

 

  1. ડી.ઇ.ઓ એસ.એન.સી.યુ:

શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ, સરકાર માન્ય કમ્પ્યુટર કોર્ષ, M.S.Office, ગુજરાતી ટાઈપિંગ.

વય મર્યાદા: ૪૦ વર્ષથી વધુ નહિ.

 

Government Hospital Halol Recruitment 2024 – મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૨૬/૦૭/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૦૪/૦૮/૨૦૨૪

 

 

Government Hospital Halol Recruitment 2024 – મહત્વની સૂચનાઓ  

૧. આ જગ્યા ફક્ત ૧૧ માસના કરાર આધારીત છે.૧૧ માસનો બાદ કરાર આધારિત જગ્યાઓ આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહી.

૨. ઉમેદવારોની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ,પોસ્ટ કે કુરિયર દ્વારા કોઇપણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહી.

૩.આરોગ્ય સાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH-CANDIDATE RESGISTRATION માં સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ LOGIN કરી ફોર્મ ભરવાનું રહેશે.

૪. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

૫. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૦૪/૦૮/૨૦૨૪ ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.

૬. તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે.

૭. નિમણૂક આપવા અંગેની સંપૂર્ણ સત્તા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અધિક્ષકશ્રી, સરકારી હોસ્પિટલ, હાલોલનો રહેશે.

 

Apply Online for Government Hospital Halol Recruitment 2024

Name of Post Apply Online (till 04/08/2024) 
Staff Nurse Click Here
Data Entry Operator  Click Here

 

 

Leave a Comment