GMERS Hospital Junagadh Recruitment 2024 – જુનાગઢ જિલ્લામાં ભરતી

GMERS Hospital Junagadh Recruitment 2024: જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ, જુનાગઢમાં એન.એચ.એમ. અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ આરોગ્યસાથી પોર્ટલ પર તા. ૧૧/૦૯/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી તા. ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.

 

 

GMERS Hospital Junagadh Recruitment 2024 – ખાલી જગ્યાઓ

જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ, જુનાગઢ ખાતે નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
મેડીકલ ઓફીસર ૦૨ તથા પ્રતિક્ષાયાદી રૂ. ૭૫,૦૦૦/-
સ્ટાફ નર્સ ૦૩ તથા પ્રતિક્ષાયાદી રૂ. ૨૦,૦૦૦/-
લેબટેક્નીશીયન ૦૧ તથા પ્રતિક્ષાયાદી રૂ. ૧૫,૦૦૦/-
ઓપ્ટ્રોમટ્રીસ્ટ ૦૧ તથા પ્રતિક્ષાયાદી રૂ. ૧૬,૦૦૦/-
ડેટા એન્ટ્રી ઓપરેટર ૦૨ તથા પ્રતિક્ષાયાદી રૂ. ૧૫,૦૦૦/-

 

 

GMERS Hospital Junagadh Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

 

  1. મેડીકલ ઓફીસર:

શૈક્ષણિક લાયકાત:

. એમ.સી.આઈ./એન.એમ.સી. માન્ય સંસ્થામાંથી એમ.બી.બી.એસ. અથવા એમ.બી.બી.એસ. સમકક્ષ ડીગ્રી.

૨. ગુજરાત મેડીકલ કાઉન્સીલ બોર્ડમાં રજીસ્ટ્રેશન ફરજીયાત

 

વય મર્યાદા: ૬૭ વર્ષથી વધુ ન હોવા જોઈએ. (તા. ૩૧/૦૮/૨૦૨૪ ની સ્થિતિએ.)

 

 

  1. સ્ટાફ નર્સ:

શૈક્ષણિક લાયકાત:

૧. બી.એસ.સી નર્સિંગ કોર્ષ અથવા નર્સિંગ ડીપ્લોમાં ઇન જનરલ મીડ વાઇફરીનો કોર્ષ કરેલ હોવો જોઈએ.

૨. ગુજરાત નર્સિંગ કાઉન્સીલીગ રજીસ્ટ્રેશન ફરજીયાત.

૩. બેઝીક કોમ્પ્યુટર કોર્ષ (સી.સી.સી. સર્ટિફીકેટ)

 

વય મર્યાદા: ૪૫ વર્ષથી વધુ નહિં. (૩૧/૦૮/૨૦૨૪)

 

 

  1. લેબટેક્નીશીયન:

શૈક્ષણિક લાયકાત:

૧. B.Sc. Chemistry/B.Sc. Microbiology અથવા M.Sc. Organic Chemistry/M.Sc. Microbiology.

૨. લેબોરેટરી ટેકનીશીયનનો કોર્ષ ફરજીયાત (DMLT)

૩. બેઝીક કોમ્પ્યુટરનો અભ્યાસ અથવા ધો. ૧૦ કે ધો. ૧૨માં કમ્પ્યુટર વિષય

 

વય મર્યાદા: ૪૦ વર્ષથી વધુ નહિં. (૩૧/૦૮/૨૦૨૪)

 

 

  1. ઓપ્ટ્રોમટ્રીસ્ટ:

શૈક્ષણિક લાયકાત:

૧. ઓપ્ટોમટ્રીસ્ટ (સ્નાતક) અનુસ્નાતક

 

વય મર્યાદા: ૪૦ વર્ષથી વધુ નહિં. (૩૧/૦૮/૨૦૨૪)

 

 

  1. ડેટા એન્ટ્રી ઓપરેટર:

શૈક્ષણિક લાયકાત:

૧. કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક

૨. ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોમ્પ્યુટર કોર્ષ (એમ.એસ.ઓફીસ ટુલ્સ એમ.એસ.વર્ડ, એકસેલ, પાવરપોઈન્ટ એક્સેસ) ડેટા પ્રોસેસીંગ, ચાર્ટ, ગ્રાફ બનાવવા અંગેનું તથા હાર્ડવેરનું જરૂરી જ્ઞાન

૩. ગુજરાતી અને અંગ્રેજી ટાઈપીંગ

૩. સબંધિત ક્ષેત્રનો ૨ થી ૫ વર્ષનો અનુભવ

 

વય મર્યાદા: ૪૫ વર્ષથી વધુ નહિં. (૩૧/૦૮/૨૦૨૪)

 

 

GMERS Hospital Junagadh Recruitment 2024 – જરૂરી સુચનાઓ

 

૧. ઉમદેવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર કરવામાં આવેલ અરજી જ સ્વીકારવામાં આવશે. અન્ય માધ્યમથી આવેલ (સાદી ટપાલ /કુરિયર/રૂબરૂ/સ્પીડ પોસ્ટ/આર.પી.એ.ડી.) થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.

૨. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુંમેન્ટની પી.ડી.એફ./ફોટો કોપી. સોફ્ટવેર માં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.જો અસ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.

૩. અધુરી વિગતો વળી અરજીઓ અમાન્ય રહેશે.

૪. ઉક્ત તમામ જગ્યાઓ માટે નો પત્ર વ્યવહાર તથા જરૂરી સુચના અત્રે ની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે. જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈ.ડી. ખાસ કરી ને હાલ નું કાર્યરત ઈ-મેઈલ હોય તે જ નાખવાનું રહશે. જેની ખાસ નોંધ લેવી

૫. ભરતી અંગેના તમામ નિર્ણયો પસંદગી સમિતિ ને અબાધિત રહેશે.

૬. પસંદગી સમિતી દ્વારા મેરીટ ફાઈનલ થયે જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ જુનાગઢ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે. નં.જ.હો.જુ/ભરતી/જાહેરાત/૨૦૨૪

GMERS Hospital Junagadh Recruitment 2024
________________________________________GMERS Hospital Junagadh Recruitment 2024

Online Apply for GMERS Hospital Junagadh Recruitment 2024

Online Apply  Click Here
More Jobs  Click Here 

 

 

Leave a Comment