District Urban Health Unit Surat Recruitment: ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સુરત અંતર્ગત કાર્યરત અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ જગ્યાઓ માટે રાષ્ટ્રીય અર્બન આરોગ્ય મિશન (NUHM) અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
District Urban Health Unit Surat Recruitment – ખાલી જગ્યાઓ
રાષ્ટ્રીય અર્બન આરોગ્ય મિશન અંતર્ગત નીચે મુજબની જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.
જગ્યાનું નામ | કૂલ જગ્યા | માસિક ફિક્સ પગાર |
સ્ટાફ નર્સ (NUHM અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરસાડી) | ૦૧ | રૂ. ૨૦,૦૦૦/- |
ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ. (NUHM અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરસાડી) | ૦૪ | રૂ. ૧૫,૦૦૦/- |
કૂલ ખાલી જગ્યાઓ | ૦૫ |
District Urban Health Unit Surat Recruitment – શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
- સ્ટાફ નર્સ:
(૧) ધો.૧૨ પાસ
(૨) ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએસસી નર્સિંગ પાસ કરેલ હોવું જોઈએ. GNC નોંધણી જરૂરી છે. અથવા ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ માન્ય જનરલ નર્સિંગ અને મિડવાઇફરીનો ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ GNC નોંધણી જરૂરી છે.
(૩)ગુજરાત નર્સિંગ કાઉંસિલમાં રજીસ્ટ્રેશન કરેલુ હોવુ જોઈએ તથા વખતો વખત રીન્યુઅલ કરાવેલ હોવુ જોઈએ.
(૪) કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા પ્રમાણપત્ર
(૫) વયમર્યાદા વધુમાં વધુ ૪૫ વર્ષ
- ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ.:
(૧) ધો-૧૨ પાસ
(૨)સરકાર ધ્વારા માન્ય સંસ્થામાંથી એ.એન.એમ.નો કોર્ષ
(૩) ગુજરાત નર્સીંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન (ANM)
(૪) આ જગ્યા માત્ર સ્ત્રી ઉમેદવાર માટે જ છે.
(૫) કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર
(૬) વયમર્યાદા વધુમાં વધુ ૪૫ વર્ષ
District Urban Health Unit Surat Recruitment – મહત્વની તારીખ
લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૫/૦૭/૨૦૨૪ (૧૨:૦૦ કલાક) થી તા. ૦૭/૦૮/૨૦૨૪ (રાત્રીના ૧૧:૫૯) સુધીમાં આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
District Urban Health Unit Surat Recruitment – ભરતી અંગે શરતો અને નિયમો
ભરતી અંગેની શરતો અને નિયમો :
(૧) આ જગ્યાઓ ફક્ત ૧૧ માસના કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સનાં આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહિ.
(૨) ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે, રૂબરૂ, પોસ્ટ કે કુરીયર દ્વારા કોઇ પણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.
(3) આરોગ્યસાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH> CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
(૪) તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે.
Apply Online for District Urban Health Unit Surat Recruitment – ઓનલાઈન અરજી કરવા માટે
પોસ્ટનું નામ | ઓનલાઈન અરજી કરવા |
સ્ટાફ નર્સ | અહીં ક્લિક કરો |
ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ. | અહીં ક્લિક કરો |