DHS Mahesana Bharti 2024 – મહેસાણા જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

DHS Mahesana Bharti 2024: નેશનલ અર્બન હેલ્થ મિશન / ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ – ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી – મહેસાણા ખાતે એન.એચ.એમ અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. જાહેરાત અંગે વિગતવાર માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.

આ પણ વાંચો: SMC MPHW Bharti 2024 – સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર

 

DHS Mahesana Bharti 2024 – ખાલી જગ્યાઓ

ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબ જગ્યાઓને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
મેડીકલ ઓફિસર (MBBS) ૦૬ રૂ. ૭૫,૦૦૦/-
ફાર્માસીસ્ટ ૦૭ રૂ. ૧૬,૦૦૦/-
આયુષ તબીબ પ્રતિક્ષાયાદી માટે રૂ. ૩૧,૦૦૦/-
Audiologist (Audiologist & Speech language Pathologist) ૦૧ રૂ. ૧૯,૦૦૦/-
Audiometric Assistant ૦૧ રૂ. ૧૫,૦૦૦/-
કૂલ ખાલી જગ્યાઓ ૧૫+  

 

આ પણ વાંચો: Maahi Milk Producer Company Limited Recruitment 2024 – Walk in Interview

 

DHS Mahesana Bharti 2024 – લાયકાત

ઇચ્છુક ઉમેદવારોએ નીચેની લાયકાત ધ્યાનમાં રાખી ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે.

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા
મેડીકલ ઓફિસર (MBBS) ૧. એમ.બી.બી.એસ.

૨. ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.

૩. NHM અને UHWC (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) કામગીરી નિયમ અનુસાર કરવાની રહેશે.

વય મર્યાદા અંગે જાહેરાતમાં કોઈ ઉલ્લેખ નહિ.
ફાર્માસીસ્ટ ૧. સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર / ડીપ્લોમાં ફાર્મસી કરેલ હોવું જોઇએ.

૨. ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન ફરજીયાત હોવું જોઇએ.

૩. કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરેલ હોવો જોઈએ.

૪૦ વર્ષ
આયુષ તબીબ ૧. Candidate must possess degree (BAMS/BSAM/BHMS) from recognized colleges/universities.

૨. Candidate must have valid registration with respective Homeopathy/Ayurved council of Gujarat.

૩. કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરેલ હોવો જોઈએ.

૪૦ વર્ષ
Audiologist (Audiologist & Speech language Pathologist) A bachelor in Audiology & Speech language Pathology/B.S.C. (speech and hearing) from RCI recognized institute. ૪૫ વર્ષ
Audiometric Assistant A technical person with 1 year diploma in hearing, language and speech (DHLS) from a RCI recognized institute. ૪૫ વર્ષ

 

 

DHS Mahesana Bharti 2024 – મહત્ત્વની તારીખ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેની તારીખ ધ્યાનમાં રાખી આરોગ્ય સાથી પોર્ટલ https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ ૨૨/૧૦/૨૦૨૪
ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૮/૧૦/૨૦૨૪ (રાત્રે ૧૧.૫૯ કલાક સુધી)

 

 

DHS Mahesana Bharti 2024 – મહત્ત્વની સૂચનાઓ

 

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

(૧) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.inપર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. સાદી ટપાલ / કુરિયર/રૂબરૂ/ સ્પીડ પોસ્ટ/ આર.પી.એ.ડી થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.

(૨) સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો અસ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.

(૩) અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

(૪) ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈ ડી અને મોબાઇલ નંબર ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ નાખવાનું રહેશે.

(૫) નિમણુકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી પ્રક્રિયા રદ કરવી તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટ –વ- મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મહેસાણાનો રહેશે.

 

DHS Mahesana Bharti 2024 – ફોર્મ ભરવા અને વધુ માહિતી  
ઓનલાઈન ફોર્મ ભરવા  Click Here
વધુ નોકરીની માહિતી માટે Click Here 

 

આ પણ વાંચો: DHS Navsari CHO Bharti 2024, કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની નવસારી જિલ્લામાં ભરતીની જાહેરાત

Leave a Comment