AMC Urban Health Centre Ahmedabad Recruitment 2024 Apply Online: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ ખાતે ૧૧ માસના કરાર ધોરણે ફાર્માસિસ્ટની ૧૦ જગ્યાઓ અને લેબોરેટરી ટેકનીશીયનની વખતોવખત ખાલી થનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે.
લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ તા. ૨૩/૦૯/૨૦૨૪ થી તા. ૦૧/૧૦/૨૦૨૪ સુધી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં મંગાવવામાં આવેલ છે.
AMC Urban Health Centre Ahmedabad Recruitment 2024 – ખાલી જગ્યાઓ અને લાયકાત
જગ્યાનું નામ | જરૂરી શૈક્ષણિક લાયકાત | ખાલી જગ્યાઓ | ઉંમર | માસિક ફિક્સ પગાર ધોરણ |
ફાર્માસિસ્ટ | ૧. માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીની ડિગ્રી અથવા ડીપ્લોમાં ધરાવતા હોવા જોઈએ.
૨. ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ. |
૧૦ | મહત્તમ ૪૫ વર્ષ | રૂ. ૧૬,૦૦૦/- |
લેબોરેટરી ટેકનીશીયન | ૧. સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી બી.એસ.સી. (કેમેસ્ટ્રી/માઈક્રોબાયોલોજી) અથવા એમ.એસ.સી (ઓર્ગેનોકેમેસ્ટ્રી/માઈક્રોબાયોલોજી) ની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ.
૨. સરકાર માન્ય સંસ્થામાંથી એમ.એલ.ટી. પાસ હોવા જોઈએ. |
પ્રતિક્ષાયાદી બનાવવા | મહત્તમ ૪૫ વર્ષ | રૂ. ૨૦,૦૦૦/- |
Read More:
- ITBP Constable Kitchen Services Recruitment 2024 – Indo-Tibetan Border Police Force
-
UCMS Delhi Junior Assistant Recruitment 2024 – University College of Medical Sciences
AMC Urban Health Centre Ahmedabad Recruitment 2024 Apply Online – શરતો
- અરજદારે અરજી ફોર્મ સાથે લાયકાત તથા અનુભવના તમામ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અપલોડ કરવાની રહેશે. અધુરી વિગત ભરેલ અરજી તથા અરજીમાં દર્શાવ્યા મુજબના પ્રમાણપ્રત્રની નકલ જોડેલ નહી હોય તો તેવી અરજી રદબાતલ ગણવામાં આવશે.
- આ જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને જાહેરાતમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ખાતાના ઉચ્ચ અધિકારીને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને ઉચ્ચ અધિકારી આ માટે જવાબ આપવા બંધાયેલ રહેશે નહિ.
- સિલેક્ટ થયેલ ઉમેદવારની નિમણુક ૧૧ માસ માટે રહેશે. કોન્ટ્રાકટ પૂર્ણ થતા કર્મચારીની કામગીરી સંતોષકારક હેશેતો ૦૧ દિવસનો બ્રેક આપી તેનો કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવશે.
- સિલેક્ટ થયેલ ઉમેદવારે ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદના વખતો વખત નક્કી થતા ધારાધોરણો પ્રમાણે કામગીરી કરવાની રહેશે.
- નિમણુંક થયેલ ઉમેદવારોએ નિમણુક અગાઉ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ સાથે કરાર કરવાનો રહેશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કોઈ હક્ક દાવો રહેશે નહિ.
- ઉપરની જગ્યા માટે જે તે તબકકે કોઈપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવશે તો તેઓની નિમણુક રદ કરવામાં આવશે.
- ઉમેદવારના માર્ક્સ ગ્રેડમાં હોય તેવા ઉમેદવારે જે યુનિવર્સીટી માંથી ડીગ્રી મેળવી હોઈ તે યુનિવર્સીટીનું ગ્રેડને ટકાવારી માં ફેરવવા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- સ્ટેટ હેલ્થ સોસાયટી દ્વારા વખતો વખત મળતી સુચના મુજબ પગાર ધોરણ માં સુધારા વધારા કરવામાં આવશે.
- પસંદગી પામેલ ઉમેદવારને સક્ષમ સત્તાધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલ શરતોને આધીન નિમણુક મળવા પાત્ર થશે.
- ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજી તથા અપલોડ કરવામાં આવેલ પ્રમાણપત્રોને આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવેલ હોવાથી ઉમેદવારને પોસ્ટીંગ ઓર્ડર આપતા પહેલા અસલ પ્રમાણપત્રો શહેરી કુટુંબ કલ્યાણ એકમ ખાતે વેરીફાઈ કરાવવાના રહેશે તથા તેમાં કઈ પણ ક્ષતિ જણાશે અથવા ઉમેદવાર દ્વારા અપલોડ કરવામાં આવેલ પ્રમાણપત્રોની અસલ નકલ રજુ કરવામા ના આવે તો તે ઉમેદવારનું નામ મેરીટ લીસ્ટમાંથી કમી કરવામાં આવશે.
- ઉમેદવારની નિમણુંક અંગે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા સુધારો સૂચવવામાં આવે તો તે મુજબ સક્ષમ સત્તાધિકારીશ્રીની મંજુરીથી તેમાં સુધારો કરવામાં આવશે.
AMC Urban Health Centre Ahmedabad Recruitment 2024 Apply Online
Apply Online Application for the Posts | Click Here |
More Jobs | Click Here |
Read More Jobs:
- GMERS Gandhinagar Recruitment 2024 – ગાંધીનગરમાં આવી ભરતીની નવી જાહેરાત
-
Vadodara Municipal Corporation Recruitment 2024 – સૈનિક (ફાયરમેન) જગ્યા પર ભરતી