District Health Society Jamnagar Recruitment 2024

District Health Society Jamnagar Recruitment 2024: જિલ્લા આરોગ્ય સોસાયટી, જામનગર (ગુજરાત સરકાર) દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત વિવિધ ખાલી પડેલ જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૨/૦૯/૨૦૨૪ સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 

District Health Society Jamnagar Recruitment 2024 – ખાલી જગ્યાઓ

જિલ્લા આરોગ્ય સોસાયટી, જામનગર ખાતે વિવિધ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ આપેલ છે.

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ પગાર ધોરણ
મેડીકલ ઓફીસર ૦૨ રૂ. ૭૫,૦૦૦/-
સ્ટાફનર્સ/બ્રધર ૦૩ રૂ. ૨૦,૦૦૦/-
ફાર્માસીસ્ટ કમ ડેટા આસી. ૧૨ રૂ. ૧૬,૦૦૦/-
પ્રા.આ.કે.એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ૦૩ રૂ. ૨૦,૦૦૦/-
ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટીયર ૦૧ રૂ. ૬૦૦/- (પ્રતિ માસ) ૨૦ દિવસ માટે તથા રૂ. ૩૦૦/- મુસાફરી ભથ્થા પેટે ૨૦ દિવર માટે
કૂલ ખાલી જગ્યાઓ ૨૧  

 

 

District Health Society Jamnagar Recruitment – શૈક્ષણિક લાયકાત અને અનુભવ

 

  1. મેડીકલ ઓફીસર:

શૈક્ષણિક લાયકાત: એમ.બી.બી.એસ અથવા સમકક્ષ ડીગ્રી (મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત.)

અનુભવ: હોસ્પિટલમાં કામ કરવાનો ૨ વર્ષનો અનુભવ.

 

  1. સ્ટાફનર્સ/બ્રધર:

શૈક્ષણિક લાયકાત: જી.એન.એમ./બી.એસ.સી. નર્સિંગ (Bachelor Degree in Nursing), ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે.

 

  1. ફાર્માસીસ્ટ કમ ડેટા આસી.:

શૈક્ષણિક લાયકાત: બેચલર/ડિપ્લોમા ઈન ફાર્માસી, ફાર્માસી કાઉન્સીલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.

 

  1. પ્રા.આ.કે.એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર:

શૈક્ષણિક લાયકાત: વાણીજ્ય (કોમર્સ) સ્નાતક (બી.કોમ) સાથે કોમ્પ્યુટર એપ્લીકેશન્સનનો ડિપ્લોમા/ સર્ટીફીકેટ કોર્ષ (સરકાર માન્ય) કરેલ હોવો જોઈએ. અને M.S.Office, એકાઉન્ટ સોફ્ટવેર, GIS Software, હાર્ડવેરમાં પાયાનું કૌશલ્ય તેમજ ઓફિસ મેનેજમેન્ટ તથા ફાઈલીંગ સિસ્ટમમાં મુળભુત જ્ઞાન, ગુજરાતી તથા અંગ્રેજી બંનેમાં ટાઈપીંગની કુશળતા જરૂરી. વધારાની લાયકાત ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

અનુભવ: ઓછામાં ઓછા ૧ વર્ષનો અનુભવ.

  

  1. ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટીયર:

શૈક્ષણિક લાયકાત: BSW/MSW, BRM/MRM તેમજ રસીકરણને લગત ફિલ્ડ કામગીરીનો અનુભવ, તાલુકા, પ્રા.આ.કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરની કામગીરીનું પ્લાનીંગ અને અમલીકરણ કરવાની કુશળતા, પોતાનું ટુ વ્હીલર વાહન તમામ કાગળો સાથેનું હોવું જરૂરી છે. ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાના જાણકાર તથા કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન જરૂરી. મૌખિક અને લેખીત વ્યવહાર કરવાની કુશળતા, તાલુકા, પી.એચ.સી અને યુ.પી.એચ.સીની આરોગ્ય વિષયક કામગીરીના માળખાનું જ્ઞાન, સારી ચાલ ચલણગત ધરાવતા હોવા જોઈએ.

 

 

District Health Society Jamnagar Recruitment 2024 – અગત્યની સુચનાઓ

 

ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ:

  1. ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ઘ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
  2. સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
  3. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  4. તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ ૩% બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. એકાઉન્ટન્ટ કમ ડેટા આસી.ની કેડર માટે કોમ્પ્યુટર સ્કીલ આવશ્યકતા હોઈ ToR માં દર્શાવ્યા અનુસાર કોમ્પ્યુટર લાયકાત ધરાવતા હોય તેમને મેરીટમાં કન્સીડ૨ ક૨વામાં આવશે.
  5. જે જગ્યા કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન હશે તે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
  6. જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
  7. ઉકત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર હવેથી ફકત ઈ–મેઈલ દવારા જ કરવામાં આવશે જેથી ઈ–મેઈલ આઈ.ડી. ચકાસીને નાખવાનું રહેશે તેમજ સમયાંતરે ચેક કરતા રહેવું.
  8. ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ધટાડો કરી શકાશે.
  9. જાહેર નિવીદામાં જાહેરાતમાં દર્શાવેલ તેઓની શૈક્ષણિક લાયકાત ઉપરાંત આરોગ્ય વિભાગમાં કરેલ કામગીરીના અનુભવને ધ્યાને લઇ મેરીટ બનાવવામાં આવશે.
  10. નિમણુંકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેમજ ઉપરોકત ભરતી પ્રક્રીયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગરનો રહેશે.

 

 

Apply Online Application for District Health Society Jamnagar Recruitment 2024

Online Apply  Click Here
More Jobs  Click Here 

 

 

Leave a Comment