Vadodara Municipal Corporation Recruitment

Vadodara Municipal Corporation Recruitment: વડોદરા મહાનગરપાલિકામાં રાષ્ટ્રીય આરોગ્ય મીશન પ્રોગ્રામ અંતર્ગત અર્બન સીએચસી ખાતે ૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણ ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

 

Vadodara Municipal Corporation Recruitment – Vacancy Details

Vadodara Municipal Corporation Recruitmentમાં દર્શાવ્યા મુજબ નીચેની જગ્યાઓ ખાલી પડેલ હોવાથી ઓનલાઈન અરજીઓ તા. ૨૪/૦૭/૨૦૨૪ (૨૩:૫૯ કલાક) સુધીમાં મંગાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ કૂલ જગ્યા પગાર ધોરણ
Anaesthetist 04 ₹ 75,000/-
Surgeon 04 ₹ 75,000/-
Pathologist 04 ₹ 75,000/-
Radiologist 04 ₹ 75,000/-
Orthopedic 04 ₹ 45,000/-
Dermatologist 04 ₹ 45,000/-
Ophthalmologist 04 ₹ 45,000/-
ENT Surgeon 04 ₹ 45,000/-
Ayush MO – Male (RBSK) 07 ₹ 31,000/-
Ayush MO – Female (RBSK) 05 ₹ 31,000/-
Block Finance Assistant 01 ₹ 20,000/-
X ray Technician 03 ₹ 13,000/-
OT Assistant 04 ₹ 9,000/-

 

 

Vadodara Municipal Corporation Recruitment – Education and Experience Qualification

 

  1. Anaesthetist:

૧. એમ.ડી. ઇન એનેસ્થેસિયા અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા

૨. પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન એનેસ્થેસિયા અને ૪ વર્ષનો કામનો અનુભવ

૩. ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

 

  1. Surgeon:

(૧) એમ.એસ. ઇન જનરલ સર્જરી અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા

(૨) પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન જનરલ સર્જરી અને ૪ વર્ષનો કામનો અનુભવ

(૩) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

 

  1. Pathologist:

(૧) એમ.ડી.ઇન પેથોલોજી અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા

(૨) પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન પેથોલોજી અને ૪ વર્ષનો કામનો અનુભવ

(3) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

 

  1. Radiologist:

(૧) એમ.ડી. ઇન રેડીયોલોજી અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા

(૨) પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન રેડીયોલોજી અને ૪ વર્ષનો કામનો અનુભવ

(૩) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

 

  1. Orthopedic:

(૧) એમ.ડી. ઇન ઓર્થોપેડીક અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા

(૨) પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન ઓર્થોપેડીક અને ૪ વર્ષનો કામનો અનુભવ

(૩) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

 

  1. Dermatologist:

(૧) એમ.ડી. ઇન ડર્મેટોલોજી અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા

(૨) પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન ડર્મેટોલોજી અને ૪ વર્ષનો કામનો અનુભવ

(૩) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

 

  1. Ophthalmologist:

(૧) એમ.ડી. ઇન ઓપ્થાલ્મોલોજી અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા

(૨) પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન ઓપ્થાલ્મોલોજી અને ૪ વર્ષનો કામનો અનુભવ

(૩) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

 

  1. ENT Surgeon:

(૧) એમ.એસ. ઇન ENT અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા

(૨) પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન ENT અને ૪ વર્ષનો કામનો અનુભવ

(૩) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

 

  1. Ayush MO – Male (RBSK) / Ayush MO – Female (RBSK):

માન્ય સંસ્થા દ્વારા BAMS/BSAM/BHMS ની ડીગ્રી/ હોમીયોપેથી/આયુર્વેદનું ગુજરાત કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

 

  1. Block Finance Assistant:

કોમર્સમાં સ્નાતક અને કોમ્પ્યૂટર એપ્લીકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટીફીકેટ કોર્ષ. કોમ્પ્યુટરમાં સોફ્ટવેર અને હાર્ડવેરની જાણકારી હોવી જોઇએ. ઓફિસ વર્ક તેમજ ફાઇલીંગની મુળભુત જાણકારી હોવી જોઇએ. અંગ્રેજી તેમજ ગુજરાતીમાં ટાઇપીંગ તેમજ ડેટા એન્ટ્રી કરતા આવડવું જોઇએ.

અનુભવ: ઓછામાં ઓછા ૩ વર્ષ

 

  1. X ray Technician:

(૧) માન્ય સંસ્થામાંથી ફીઝીક્સના વિષય સાથે વિજ્ઞાન પ્રવાહમા સ્નાતક

(૨) માન્ય સંસ્થામાંથી એક્સ રે ટેક્નીશીયનનો કોર્ષ કરેલો હોવો જોઇએ

(૩) ૧ વર્ષનો કામનો અનુભવ

 

  1. OT Assistant:

૧૨ પાસ તેમજ ઓપરેશન થિયેટર આસીસ્ટન્ટ નો ડીપ્લોમા કોર્ષ

 

 

Important Dates for Vadodara Municipal Corporation Recruitment

 

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૧૭/૦૭/૨૦૨૪ (૧૩:૦૧ કલાક)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૨૪/૦૭/૨૦૨૪ (૨૩:૫૯ કલાક)

 

 

Important Instruction for Vadodara Municipal Corporation Recruitment

 

જાહેરાતની સામાન્ય જોગવાઇઓઃ

  1. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
  2. રસ ધરાવતા ઉમેદવારોએ તા. – ૧૭/૦૭/૨૦૨૪ (૧૩.૦૧ કલાક) થી તા. ૨૪/૦૭/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
  3. શૈક્ષણિક માહીતી: શૈક્ષણિક માહીતી જો સામેલ education qualification details મા ના હોય તો OTHER1 અને કોમ્પુટર કોર્ષ ની માહીતી OTHER2 માં ભરવી.
  4. વયમર્યાદાઃ

જગા નં. ૧ થી ૮ માટે:- ૬૭ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.

જગા નં ૯ અને ૧૦ માટે :- ૪૦ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં

જગા નં ૧૧ અને ૧૩ માટે :- ૪૫ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં . જગા નં ૧૨ માટે :- ૫૮ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઇને ઉંમર ગણવામાં આવશે.

  1. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.
  2. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ ccc+/ccc લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ.
  3. ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
  4. ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે.
  5. આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
  6. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
  7. આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
  8. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.

 

Apply Online for Vadodara Municipal Corporation Recruitment

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs
Click Here

 

 

Vadodara Municipal Corporation Recruitment
________________Vadodara Municipal Corporation Recruitment

 

 

Leave a Comment