AMC Urban Health Society Recruitment 2024: અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવેલ છે. જો તમે જાહેર આરોગ્ય શાખામાં કારકિર્દી બનાવવા માંગતા હોવ અને ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં જોડાવા માંગતા હોવ, તો આ બ્લોગ પોસ્ટ તમને અર્બન હેલ્થ સોસાયટીની જાહેરાત માટે તમામ આવશ્યક વિગતો, પાત્રતાના માપદંડ, એપ્લિકેશન પ્રક્રિયા અને ટીપ્સ પ્રદાન કરશે.
AMC Urban Health Society Recruitment 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફાઇનાન્સ આસિસ્ટન્ટ (ઝોનલ), ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલન્ટીયર અને સ્ટાફ નર્સ (U-HWC) ની ખાલી પડેલ જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
AMC Urban Health Society Recruitment 2024 – Vacancy Details
ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ ખાતે નીચે મુજબની જગ્યાઓ ખાલી પડેલ હોવાથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | પગાર ધોરણ |
ફાઇનાન્સ આસિસ્ટન્ટ (ઝોનલ) | ૦૩ | રૂ. ૨૦,૦૦૦/- (ફિક્સ) |
ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલન્ટીયર | ૦૩ | મોબિલીટી સપોર્ટ અર્થે રૂ. ૭૦૦/- (૭૦૦*૨૦ = ૧૪,૦૦૦) અને TA તરીકે (૫૦૦*૨૦ = ૧૦,૦૦૦) આમ, એક મહિનામાં ૨૦ દિવસ માટે રૂ. ૨૪,૦૦૦/- |
સ્ટાફ નર્સ (U-HWC) | ૬૦ | રૂ. ૨૦,૦૦૦/- |
કૂલ ખાલી જગ્યાઓ | ૬૬ |
Eligibility Criteria for AMC Urban Health Society Recruitment 2024
- ફાઇનાન્સ આસિસ્ટન્ટ (ઝોનલ):
શૈક્ષણિક લાયકાત:
૧. માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સ સ્નાતક / અનુસ્નાતક
૨. સરકાર માન્ય સંસ્થાનો કોમ્પ્યુટર ડીગ્રી / ડિપ્લોમા / CCC સર્ટિફિકેટ કોર્ષ અથવા એકાઉન્ટીંગ સોફ્ટવેર TALLY નું સર્ટિફિકેટ
અનુભવ:
૧. ઓછામાં ઓછો ૩ વર્ષનો કોમ્પ્યુટર સંબંધિત ડેટાબેઝ (M.S.office, MIS Systems) નો અનુભવ હોવો જોઈએ.
૨. સરકારી/અર્ધ સરકારી/ કોર્પોરેશનમાં કામગીરીનો અનુભવ ધરાવનાર ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
વય મર્યાદા (ઉંમર): ૫૮ વર્ષ
- ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલન્ટીયર:
શૈક્ષણિક લાયકાત:
૧. માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર / બેચલર ઇન સોશિયલ વર્કર (MSW/BSW) અથવા માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર / બેચલર ઇન રૂરલ મેનેજમેન્ટ (MRM/BRM)
૨. ડ્રાઈવિંગ લાઈસન્સ ફરજિયાત.
૩. સરકાર માન્ય સંસ્થાનું કોમ્પ્યુટર ડીગ્રી/ ડીપ્લોમા / CCC સર્ટીફીકેટ ધરાવતા તથા પોતાનું ટુ વ્હીલર ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
૪. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી.
અનુભવ: સરકારી અથવા કોર્પોરેશન શાખામાં રસીકરણની ફિલ્ડ કામગીરીનો અનુભવ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વય મર્યાદા: ૨૧ વર્ષથી ૪૦ વર્ષ
- સ્ટાફ નર્સ (U-HWC):
શૈક્ષણિક લાયકાત:
૧. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી BSC (Nursing) અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મિડવાઈફરી પાસ થયેલ હોવા જોઈએ.
૨. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
અનુભવ:
૧. સરકારી / અર્ધ સરકારી / કોર્પોરેશનમાં કામગીરીનો અનુભવ ધરાવનાર ઉમેદવાર તથા સરકાર માન્ય સંસ્થાનું બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવનારને અગ્રતા આપવામાં આવશે.
વય મર્યાદા: ૪૫ વર્ષ
Application Process for AMC Urban Health Society
ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદમાં ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબ પગલા ધ્યાનમાં રાખવા.
૧. ઓફિસીયલ આરોગ્યસાથીની સાઈટ https://arogyasathi.gujarat.gov.in પર જઈ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
૨. લાયકાત ધરાવતા જગ્યા માટે ઓનલાઈન એપ્લાય લિંક પર ક્લિક કરી ઓનલાઈન અરજી કરવી.
Selection Procedure for AMC Urban Health Society Recruitment
પસંદગી પ્રક્રિયા ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદનો નિર્ણય આખરી રહેશે.
૧. મેરીટના આધારે
૨. કમ્પ્યુટર ટેસ્ટ
૩. ઈન્ટરવ્યુ દ્વારા
આખરી નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રહેશે.
Interview Preparation Tips for AMC Urban Health Society Recruitment 2024
ઈન્ટરવ્યુ માટે શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં રાખી બેઝિક જ્ઞાન અને કમ્પ્યુટર અંગેની જરૂરી માહિતી હોવી જરૂરી છે.
Important Dates for AMC Urban Health Society Recruitment 2024
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | ૦૫/૦૭/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ | ૧૨/૦૭/૨૦૨૪ (સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી) |
ઈન્ટરવ્યુની તારીખ | ઈ-મઈલ કે ટેલિફોન દ્વારા માહિતી આપવામાં આવશે. |
Important Instruction for AMC Urban Health Society Recruitment 2024
શરતો
- અરજદારે અરજી ફોર્મ સાથે લાયકાત તથા અનુભવનાં તમામ પ્રમાણપત્રની પ્રમાણીત નકલ જોડવાની રહેશે. જો પ્રમાણપત્રની નકલ જોડેલ નહી હોય તો તેવી અરજી રદ્દ ગણવામાં આવશે તેમજ અરજી ફોર્મ ભર્યા બાદ અરજીમાં દર્શાવેલ વિગતોના તથા અરજી સાથે જોડેલ પ્રમાણપત્રના અસલ પુરાવા રજૂ નહી કરે તો અત્રેની ઓફીસેથી લીધેલ નિર્ણય છેલ્લો ગણાશે. તે અંગે ઉમેદવારનો કોઇ હક્ક દાવો રહેશે નહી.
- આ જગ્યાની ભરતી પ્રકીયાનાં અનુસંધાને આ જાહેરાતમાં કોઇપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ્દ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ખાતાના ઉચ્ચ અધિકારીને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને ઉચ્ચ અધિકારી આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી.
- પસંદગી થયેલ ઉમેદવારની નિમણૂંક તદ્દન હંગામી ધોરણે ખાતાની જરૂરિયાત સુધીના સમયગાળાની રહેશે. કોન્ટ્રાકટ પૂર્ણ થયેથી દિન ૦૧ નો બ્રેક આપી તેઓનો કરાર વધુમાં વધુ ૧૧ માસ અથવા ખાતાની જરૂરિયાત સુધી રીન્યુ કરવામાં આવશે.
- પસંદગી થયેલ ઉમેદવારે ધી અર્બન હેલ્થ સોસાયટીના વખતો વખત નક્કી થતાં ધારા ધોરણો પ્રમાણે કામગીરી કરવાની રહેશે.
- પસંદ થયેલ ઉમેદવારોએ નિમણૂંક અગાઉ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ સાથે કરાર કરવાનો રહેશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કોઇ હકક દાવો રહેશે નહી.
- ઉપરોકત જગ્યા માટે જે તે તબકકે કોઇપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવશે તો તેઓની નિમણુક રદ કરવામાં આવશે.
- જે ઉમેદવારનાં માર્કસ ગ્રેડમાં હોય તેવા ઉમેદવારે જે-તે યુનિર્વસીટીમાંથી ડીગ્રી મેળવી હોઇ તે યુનિર્વસીટીનું ગ્રેડને ટકાવારીમાં ફેરવવા અંગેનો પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- સ્ટેટ હેલ્થ સોસાયટી, ગાંધીનગર દ્વારા વખતો વખત મળતી સૂચના મુજબ પગાર ધોરણમાં સુધારા વધારા કરવામાં આવશે.
- પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂંક અધિકારી ઠરાવે તે શરતોને આધીન નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
- ઉમેદવારની મેરીટ યાદી ઉમેદવારની આવેલ અરજીઓ ઉપરથી તૈયાર કરવામાં આવેલ હોવાથી જો તેમાં કંઇ પણ ક્ષતી અથવા ખોટું કરેલ હોય તેવું જણાશે તો તે ઉમેદવારને મેરીટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહીં.
- ઉમેદવારની નિમણૂક અંગે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા સુધારો સૂચવવામાં આવે તો તે મુજબ સક્ષમ સત્તાધિકારીશ્રીની મંજૂરી થી તેમ સુધારો કરવામાં આવશે.
Apply Online for AMC Urban Health Society Recruitment 2024
ફાઇનાન્સ આસિસ્ટન્ટ (ઝોનલ) | Click Here |
ઇમ્યુનાઇઝેશન ફીલ્ડ વોલન્ટીયર | Click Here |
સ્ટાફ નર્સ (U-HWC) | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs |
Click Here |